મુંબઈમાં આજે વહેલી સવારથી જ ભારે વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે મુંબઈના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયો હતો. જેમાં વરસાદના કારણે કાલીન, વિહાર લેક સહિતના વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યો હતો. ભારે વરસાદના કારણે નવી મુંબઈના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનું પણ સામે આવ્યું હતું.
નવી મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
ભારે વરસાદના કારણે નવી મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેમાં એપીએમસી માર્કેટ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આજે મુંબઈમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે થાણે અને પાલઘર વિસ્તારમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેને લઈને મુંબઈમાં શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.









