સાબરકાંઠામાં દુષ્કર્મનો આરોપી ન પકડાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે,ઈડરમાં સગીરા સાથે નરાધમે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો તો 12 વર્ષીય સગીરા સાથે શાળામાં દુષ્કર્મનો પ્રયાસ થયો હોવાની વાત સામે આવી છે,અજય જગદીશ વાઘેલા સામે પોક્સો હેઠળ ફરિયાદ નોંધાઈ છે.સાત દિવસ વિતવા છતાં આરોપી ન પકડાતા રોષ જોવા મળ્યો છે.
દીકરીને એકલી જોઈ હાથ ખેંચ્યો આરોપીએ
ઇડર તાલુકાની પ્રાથમિક શાળામાં ધો-6 માં ભણતી દીકરી ગુરુવારે સાંજે શાળામાં પાણી પીવાના સ્થળે જતાં એક અજય વાઘેલા નામના નરાધમે તેને એકલી જોઈને હાથ ખેંચી શૌચાલયમાં લઈ જઈ દુષ્કર્મનો પ્રયાસ કરવા દરમિયાન થયેલ બૂમાબૂમથી બચાવવા દોડી આવેલ બે શખ્સોને બચકું ભરી માથામાં ફટકો મારી નરાધમ ફરાર થઈ જવાની ઘટના બહાર આવતાં ફરી એકવાર જિલ્લાની શાળાઓમાં અભ્યાસ કરતી દીકરીઓની સુરક્ષાનો મામલો એરણે ચડ્યો છે.
દુષ્કર્મનો નોંધાયો ગુનો
ઇડર પોલીસે તા.21-02-25ના રોજ ભારતીય ન્યાય સંહિતાની અધિનિયમ-2023 ની કલમ 137(2), 87, 65(2), 62, 115(1) તથા પોક્સો એકટની કલમ 6,12 અને 18 અંતર્ગત ભોગ બનનારના વાલીની ફરિયાદને આધારે અજય જગદીશ વાઘેલા વિરુદ્ધ ગુનો નોંધી ઝડપી પાડવા તજવીજ હાથધરી હતી.









