નર્મદા પરિક્રમા અંતિમ પડાવ પર ચાલી રહી છે, ત્યારે હાલ પરિક્રમાવાસીઓની દિવસે અને રાત્રી દરમ્યાન ભારે ભીડ ઉમટી રહી છે, જેને લઈ હવે તંત્ર પણ જેમજેમ પરિક્રમા અંતિમ પડાવ પર આવતા ભક્તો માટે સુવિધાઓમાં વધારો કરી રહ્યું છે. ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરવા માટે રાત્રે પરિક્રમા કરવાનો ક્રેઝ વધ્યો છે, જેનું કારણ એ છે કે ગરમીનું પ્રમાણ છે અને લોકોને નોકરી ધંધો કરતા હોય તો તેમને રજા પણ પાડવી પડતી નથી, જેના કારણે પરિક્રમા કરનારા પરિક્રમા વાસીઓ સાંજે નર્મદા જિલ્લામાં આવી જાય છે.
8 લાખથી વધુ લોકોએ કરી પરિક્રમા
જોકે હવે આ પરિક્રમાનો અંતિમ અને રાત્રી દરમિયાન પોતાની પરિક્રમા કરે છે અને સવાર પડતા સુધીમાં પરિક્રમા મોટાભાગના લોકો પરિક્રમા કરીને પરત જતા રહેશે, ત્યારે રાત્રિ દરમિયાન ભારે ભીડ રહેતી હોવાના કારણે રાત્રિ દરમિયાન ભંડારાઓ શરૂ કરાયા છે. જે દિવસ કરતા વધારે ત્યાં ચાલે છે અને ત્યાં જમવાની, ચા નાસ્તાની તમામ સગવડો મફત આપવામાં આવે છે. ત્યારે પરિક્રમા રાત્રિ દરમિયાન શ્રદ્ધાળુઓ કરે છે. જોકે હવે આ પંચકોશી પરિક્રમા હવે અંતિમ તબક્કામાં આવી ગઈ છે, જેને લઈ હાલ દિવસે અને રાત્રે પણ ભક્તો ઉમટી રહ્યા છે. જોકે આજે આ પરિક્રમાને 25 દિવસ થયા છે અને સરકારી આંકડા પ્રમાણે 8 લાખ 47 હજાર પરિક્રમા વાસીઓએ પરિક્રમા કરી છે. રાત્રી પરિક્રમામાં કઢી ખીચડીની મોજ અને સાથે ફુવારાથી નર્મદા સ્નાનનો આનંદ શ્રદ્ધાળુઓ મેળવી રહ્યા છે.









