નર્મદા જિલ્લાના એક કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓને ટકોર કરી હતી જેમાં તેમણે કહ્યું કે,મંત્રી ભાનુબેન પાસેથી કંઈક શીખવું જોઈએ સાથે સાથે હું ટીકા ટિપ્પણીમાં નથી માનતો અને મંત્રીએ ધાર્યું હોત તો રોફ બતાવી શકત પણ એ ન કર્યું,નર્મદા જિલ્લામાં તાલુકા અને જિલ્લાના અધિકારીઓ રોફ બતાવે છે મે તેવું વારંવાર જોયું છે.હું મંત્રી ભાનુબેનમાંથી શીખ્યો છુ.
એક્તાનગર કેવડિયા ખાતે પોષણ માહનો કાર્યક્રમ
નર્મદાના એકતાનગરના કેવડિયા ખાતે પોષણ માહનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મંત્રી ભાનુબેન બાબરિયા સહિત અધિકારીઓ હાજર રહ્યાં હતા,રાજ્યના મંત્રી ભાનુબેન બાબરીયા સહિત સચિવ કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા અને સાંસદ મનસુખ વસાવા પણ હાજર હતા એટલે તેમના જુના અંદાજ પ્રમાણે તેમના ભાષણ આપ્યું હતુ.
અગાઉ પણ થયો હતો વિવાદ
ભરુચ જિલ્લાના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ, ભરૂચ જિલ્લાના ઝઘડિયાના નવા વરાયેલા પ્રમુખની વિરુદ્ધ સોશિયલ મીડિયા થકી બળાપો કાઢ્યો છે. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ કરીને લખ્યું છે કે, સંદીપ પટેલ ક્યારેય ગામની બહાર નીકળ્યા નથી. ભાજપનું કામ કર્યું નથી. લોકસભાની ચૂંટણીમાં પણ પક્ષ અને મારા વિરુદ્ધ કામ ક્યું છે. તેઓ માત્ર ધંધાકિય વ્યક્તિઓ સાથે જોડાયેલા છે. તેઓ મૂળ પટેલ જ્ઞાતિના નથી.









