રાજપીપળામાં વિદ્યાર્થીઓના હક્કની સાયકલો ભંગાર ભેગી થઇ છે. જેમાં ભંગારની દુકાનમાં સરકારી સાયકલો જોવા મળી છે. ભંગારના ગોડાઉન માલિકની પોલીસે પૂછપરછ કરી છે. તેમજ પોલીસે સાયકલોનો જથ્થો જપ્ત કર્યો છે. જરુરિયાતમંદ વિદ્યાર્થીનીઓને સાયકલો આપવાની હતી. સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલ અપાય છે.


[[$googlead]]

ભંગારની દુકાનમાં જોવા મળી સરકારી સાયકલો

રાજપીપળાની શાળાઓમાંથી સરકારી યોજનાની સાયકલો ભંગારના ગોડાઉનમાં પહોચી ગઈ છે. નર્મદા જિલ્લામાં સરકારી સાયકલોનું કૌભાંડ ઝડપી પાડ્યુ છે. રાજપીપળા ટાઉન પી.આઈ. ડોડીયા પોલીસ સ્ટાફ સાથે ભંગારના ગોડાઉન પર આવી સાયકલોના જથ્થા સહિત ભંગારના ગોડાઉન માલિકને પોલીસ મથકે લઈ ગયા હતા.

[[$alsoread]]

પોલીસે સાયકલોનો જથ્થો જપ્ત કર્યો

ગુજરાત સરકાર ગરીબ વિદ્યાર્થીનીઓને સરસ્વતિ સાધના યોજના હેઠળ આપવા માટેની સાયકલો ભંગારમાં ગઈ છે. શાળાની જવાબદારી એટલી જ હોય છે કે જરૂરીયાતમંદ ગરીબ વિદ્યાર્થીનીઓને એ સાયકલો આપવી. પરંતુ રાજપીપળાના ભંગારના એક ગોડાઉનમાં સરસ્વતિ સાધના યોજનાની સાયકલોનો પહોચી છે. કેટલીય સાઈકલોમાંથી તો પ્લાસ્ટિક પણ ઉતરેલા નથી.


  • Follow us on: