સમગ્ર રાજ્યમાં મેઘરાજા મહેરબાન થયા છે. ત્યારે નર્મદા જિલ્લા સહિત ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે સરકાર સરોવર નર્મદા ડેમમાં નવા નીરની આવક થઈ છે. જેના કારણે સરદાર સરોવર નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર 3 મીટર દૂર જ છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે.
ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ચાલુ વર્ષે સીઝનમાં પ્રથમ વખત 135.75 મીટરે પહોંચી છે. સરદાર સરોવર ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ઉપરવાસ ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાં 2,82,059 ક્યૂસેક પાણીની આવક થઈ છે. ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થતા 9 દરવાજા ખોલવામાં આવ્યા હતા.
9 દરવાજામાંથી 1,35,000 ક્યૂસેક પાણી નદીમાં છોડાયું
સરદાર સરોવર નર્મદા ડેમના 9 દરવાજા ખોલીને 1,35,000 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. તેમજ ડેમના 6 ટર્બાઈન થકી 45 હજાર ક્યૂસેક પાણી નદીમાં છોડાવામાં આવી રહ્યું છે. નર્મદા નદીમાં કુલ 1,97,351 ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. સરદાર સરોવર ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવાને લઈ નદી કાંઠાના ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે.









