સામાન્ય રીતે ઉનાળુ વેકેશનની અંદર પ્રવાસીઓ ઠંડા પ્રદેશમાં જવાનું પસંદ કરતા હોય છે. પરંતુ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનેલી છે. જે પ્રવાસીઓનુ પસંદગીનું પ્રવાસન સ્થળ છે. અહીંયા પ્રવાસીઓ માટે ઉનાળામાં પણ ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે જેવી કે પ્રવાસીઓ જે જગ્યા પસાર થાય છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે વોક વે છે ત્યાં આગળ સ્પ્રિંકલ મૂકવામાં આવ્યા છે.
પ્રવાસન સ્થળો એર કન્ડિશનથી સજ્જ
આ ઉપરાંત તમામ જે પ્રવાસન સ્થળો છે એ એર કન્ડિશનથી સજ્જ છે.ધંધા પાણીની મફત વ્યવસ્થા ઉભી કરાય છે. તદુપરાંત જે બસો પણ ચાલે છે જેમાં પણ એસીની વ્યવસ્થા છે ત્યારે ઉનાળામાં શું ખાસ વ્યવસ્થા ઊભી કરાય છે. જે વિશે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઇઓ અમિત અરોરા મીડિયા સાથે વાત કરી છે આવો જોઈએ તેઓએ શું કહ્યું?









