સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. તો મેઘરાજા રાજ્યમાં મન મૂકી વરસ્યા છે. જેના કારણે અનેક જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાયે છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર બાદ મેઘરાજાએ મદ્ય ગુજરાત અને દક્ષિણ ગુજારાતને ધમરોળ્યુ છે. ત્યારે નવસારી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. જિલ્લામાં અને ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસતા પૂર્ણા નદીમાં નવા નીરની આવક થઈ છે.


[[$googlead]]

નવસારી જવા માટે હવે માત્ર હાઈવે એક જ વિકલ્પ

પૂર્ણા નદીમાં પાણીની આવક થતા નદીના પાણી નવસારી શહેરમાં ફરી વળતા પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. તેમજ કસબાપાર ગામ નજીક પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સુરત-નવસારી રોડ પર કસબાપાર ગામ આવેલું છે. જ્યાં પાણીથી આખું ગામ તરબોળ થયું છે. તેમજ પૂર્ણા નદીના પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે. જેના પગલે નવસારી જવા માટે હવે માત્ર હાઈવે એક જ વિકલ્પ બચ્યો છે.

[[$alsoread]]

કસબાપાર ગામ નજીક પાણી જ પાણી

કસબાપાર ગામ તરફ જવાના તમામ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. પૂર્ણા નદીનું પાણી ફરી વળતા રોડ-રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ઉપરવાસમાં ભારે વરસાદ પગલે પૂર્ણા નદીએ રૂદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જાણે દરિયો વહેતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. નવસારી શહેર હોય તે નવસારીના ગ્રામ્ય વિસ્તાર પાણીમાં જળતરબોળ થયા છે. હાલ તો લો લેવર કોઝવે પર પાણી ફરી વળ્યા છે. જેના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે. 

  • Follow us on: