નવસારીમાં સાંસદ ધવલ પટેલે મામલતદાર કચેરીની આકસ્મિક મુલાકાત લીધી. સાંસદે વાંસદા મામલતદાર કચેરીની આકસ્મિક મુલાકાત લેતા કર્મચારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. ઈ – કેવાયસી સહિત દાખલાઓ માટે પડતી તકલીફો અંગે સમીક્ષા કરી. મામલતદાર કચેરીએ આવતા અરજદારોને તકલીફ ના પડે તે માટે સાંસદ ધવલ પટેલે કચેરીમાં વ્યવસ્થા કરવા અધિકારીઓને સૂચના આપી હતી. સાંસદે કચેરીમાં દાખલા માટે આવતા અરજદારોની પરિસ્થિતિ અંગે તપાસ કરી.


[[$googlead]]

ઈ-કેવાયસીની કામગીરી ઝડપથી થાય તે માટે સુચના આપી

સાંસદ ધવલ પટેલએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, મામલતદાર કચેરીની આ મુલાકાત ત્રીજી વખતની છે અગાઉ પણ મેં મુલાકાત લીધેલી છે. આ વખતે મારે એટલે મુલાકાત લેવી પડી કેમ કે લોકોની ફરિયાદ બહુ હતી, જાતિની દાખલા અને વારસાઈના દાખલ કઢાવવામાં લોકોને બહુ મુશ્કેલી પડી રહી હતી. હું દિલ્હી હતો ત્યારે પણ મને ઈકેવાયસીને લઈને ઘણી ફરિયાદો મળી હતી. વાંસદામાં કોઈપણ જાતની તકલીફ ના પડે તે માટે ખાસ બધા સરકારી કર્મચારીઓને સુચના આપી છે. તેમજ ઈ-કેવાયસી માટે માત્ર બે કોમ્પ્યુટર ઓપરેટર છે તો પાંચ કોમ્પ્યુટર હોવા જોઈએ જેને માટે કલેક્ટરને હું રજુઆત કરવાનો છું.

[[$alsoread]]


  • Follow us on: