નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાઠા ગામ સ્થિત પ્રાથમિક શાળાને વાલીઓ દ્વારા તાળાબંધી કરવામાં આવી હતી,,,, છેલ્લા દોઢ વર્ષથી આ શાળામાં આચાર્યની નિમણૂક ન થતાં ગ્રામજનો વિફર્યા હતા. 174 વિદ્યાર્થીઓની આ શાળાના આચાર્ય છેલ્લા દોઢ વર્ષથી અમેરિકા સ્થાયી છે, જેના કારણે મુખ્ય શિક્ષકની જગ્યા ખાલી પડી છે.
આચાર્ય વિનાની સ્કૂલ !
ભાઠા ગામના લોકો છેલ્લા કેટલાક સમયથી જિલ્લા તંત્ર સહિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આચાર્યા ફાળવવાની રજૂઆત કરી હઆચારતી. જોકે, અધિકારીઓએ ગ્રામજનોની રજૂઆતને ગણકારી ન હતી,. જેના પગલે ગ્રામજનોએ અકળાઈને વિદ્યાર્થીઓના હિત માટે શાળાને તાળાબંધી કરી દીધી હતી,. સમગ્ર મામલે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આચાર્યે રાજીનામું મૂક્યું પણ ટેક્નિકલ કારણોસર સ્વીકાર્યું નથી. આ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે. જલ્દીથી સ્કૂલમાં નવા આચાર્યની નિમણૂક કરવામાં આવશે.









