નવસારી જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. જેને લઈને માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો કેઃ. ત્યારે હવે નવસારીમાં પણ મેઘરાજાએ ફરી ધમાકેદાર એન્ટ્રી કરી છે.
નવસારીમાં વરસાદની શરૂઆતથી જ મેઘરાજા મહેરબાન જોવા મળી રહ્યા છે. ઘણી જગ્યા પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે નવસારી જિલ્લામાં વાંસદા ,ખેરગામ અને ચિખલી તાલુકામાં વરસાદ જોવા મળી રહ્યો છે. આ સાથે જ જલાલપોર અને ગણદેવી તાલુકામાં પણ મેઘરાજા મહેરબાન જોવા મળી રહ્યા છે.









