NEET પેપર લીકને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સરકારે NEET-PG પ્રવેશ પરીક્ષા મોકૂફ રાખી છે. NEET-PGની પરીક્ષા રવિવારે (23 જૂન) યોજાવાની હતી. સાવચેતીના પગલા તરીકે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પરીક્ષાની એક રાત પહેલા NEET-PG પરીક્ષા સ્થગિત કરી દીધી છે.


[[$googlead]]

NEET પરીક્ષાનું સંચાલન કરતી સંસ્થા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ના મહાનિર્દેશક સુબોધ સિંહને હટાવવામાં આવ્યા છે. પેપર લીકના વિવાદ વચ્ચે સરકારે સુબોધ સિંહને હટાવવાનો નિર્ણય લીધો છે. તેમને આગામી આદેશો સુધી ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ (DoPT)માં 'ફરજિયાત રાહ' પર રાખવામાં આવ્યા છે.

શિક્ષણ મંત્રાલય હેઠળની NTA દેશની મુખ્ય સંસ્થાઓમાંની એક છે. આ જ કારણ છે કે સુબોધ સિંહને હટાવ્યા બાદ ઈન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઈઝેશન (ITPO)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પ્રદીપ સિંહ ખારોલાને જવાબદારી સોંપવામાં આવી છે. નિયમિત અધિકારીની નિમણૂક ન થાય ત્યાં સુધી તેઓ NTAનો હવાલો સંભાળશે. કર્ણાટક ડેડરના નિવૃત IAS પ્રદીપસિંહ ખરોલા માટે પ્રવેશ પરીક્ષામાં વિશ્વસનીયતા પ્રસ્થાપિત કરવો એક પડકાર રહેશે. હાલ NEETની પરીક્ષામાં કથિત ગેરરીતિઓમાં તપાસ CBIને સોંપવામાં આવી છે. 

[[$alsoread]]

  • Follow us on: