સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી પોલીસને ચકમો આપી લાપતા થઈ ગઈ છે. ગુજરાત પોલીસ કોઈ પણ આરોપીને તેની બાજ નજરથી અને તેમના સોર્સથી ઝડપી પાડતી હોય છે, ત્યારે છેલ્લા 24 કલાક થયા તેમ છતા પોલીસને ચકમો આપીને ફરાર થયેલી નીતા ચૌધરી હજી પોલીસને મળી આવી નથી. નીતાની એવી તો શું ઉર્જા છે કે પોલીસ પણ તેના તેજથી પાછી પડી રહી છે.કચ્છમાં બુટલેગર સાથે દારૂની ખેપ મારતી પકડાઈ હતી.
પોલીસની કામગીરી સામે અનેક સવાલ
નીતા ચૌધરી ગાયબ થાય તેવી શક્યતા હોવા છતાં પોલીસ ઉંઘતી રહી અને નીતા ચૌધરી ફરાર થઈ ગઈ છે. કોર્ટે નીતાના જામીન રદ કરી કસ્ટડીમાં લેવા હુકમ કર્યો છે. ત્યારે પોલીસની કામગીરી પર અનેક સવાર ઉભા થાયા છે. કેમ પોલીસે તેના પર કોઈ વોચ ન ગોઠવી? નીતા ચૌધરીને ફરાર કરાવવામાં કોનો હાથ? શું પોલીસ અધિકારીઓની જ છે રહેમ નજર?
નીતા ચૌધરીને પકડવાનું પોલીસનું લક્ષ્ય
સમગ્ર મામલે SPએ જણાવ્યુ કે, પાલીસે જામીન વિરુદ્ધ અપીલ કરી હતી. કોર્ટે 9 તારીખે ઓર્ડર કર્યો હતો. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. અમારું અત્યારે ફોકસ નીતા ચૌધરીને પકડવાનું છે.









