ગુજરાત ATS દ્વારા ISના ચાર આતંકી પકડવાના કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. શ્રીલંકામાં 2 લોકોની અટકાયત કરવામાં આવી છે તેમજ 1 આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે. શ્રીલંકાએ ઓસ્મન્ડ ગેરાર્ડ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી ઓસ્મન્ડ ગેરાર્ડ પર 2 મિલિયનનું ઈનામ જાહેર કર્યું છે. ગુજરાત એટીએસની ટીમ તપાસ માટે શ્રીલંકા જઈ શકે છે. ગુજરાત ATSએ ધરપકડ કરાયેલા ચારેય આતંકીઓના ઘરે સર્ચ કરતા વાંધાજનક સામગ્રીઓ મળી આવી છે. આ ઉપરાંત ચારેય આતંકીઓના મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા છે. ગુજરાત ATSની ટીમે આરોપીના મોબાઈલની તપાસ શરૂ કરી છે. આતંકીઓ મુસ્લિમ ધર્મના પ્રચારકના પહેલા સંપર્કમાં આવ્યા હતા. મુસ્લિમ ધર્મ પ્રચારક અબુ પાકિસ્તાનીનો સંપર્ક કરાવ્યો હતો. આતંકીઓએ 42 દિવસ માટે મુસ્લિમ પ્રચારક સાથે જોડાયા હતા.









