તાપી જિલ્લાના 28 આદિવાસી સમાજના બાળકો ઈસરોની મુલાકાત લીધી છે. મુલાકાત બાદ તમામ વિદ્યાર્થીઓના ચહેરા ઉપર એક નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વિદ્યાર્થીઓએ પોતાનો અનુભવ પણ શેર કર્યા છે. પ્રોજેક્ટ 'વિજ્ઞાન સેતુ અંતર્ગત ‘તાપી કે તારે’ શ્રી હરિકોટા ખાતે ઈસરોનો પ્રેરણાદાયક પ્રવાસ કર્યો છે. ડૉ.વિક્રમ સારાભાઈની 106મી જન્મજયંતિ પર તાપીના તારલાઓએ ઈસરોની મુલાકાત લીધી છે. વિદ્યાર્થીઓએ અવકાશ વિજ્ઞાન અને ભારતની વૈજ્ઞાનિક સિદ્ધિઓને નજીકથી જાણવાનો અમૂલ્ય અનુભવ મેળવ્યો છે.


[[$googlead]]

ધોરણ 11 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી

વિદ્યાર્થીઓને ઈસરોના વૈજ્ઞાનિકો સાથે સીધી વાતચીત કરવાનો દુર્લભ મોકો મળ્યો છે. ઈસરોના શૈક્ષણિક પ્રવાસથી વિજ્ઞાન, ટેકનોલોજી અને અંતરિક્ષ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂમ છે. તે સાથે PSLV અને GSLV રોકેટ્સનું પ્રક્ષેપણ કાર્ય કર્યુ છે. વિશિષ્ટ લોન્ચ પેડ અને પેલોડ્સના એસેમ્બલી, ઈન્ટિગ્રેશન અને લોન્ચ પ્રક્રિયાની પણ મુલાકાત કરી છે. ગત 10 ઓગસ્ટના રોજ 15 શાળાના 28 વિદ્યાર્થીઓને પહેલી વખત પ્લેન મારફતે ઈસરો લઈ જવામાં આવ્યા હતા. જેઓ હવે સુરત એરપોર્ટ ઉપર પરત આવી પહોંચ્યા છે.

[[$alsoread]]


  • Follow us on: