કચ્છ યુનિવર્સિટીમાં ABVP દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પરીક્ષાને લગતા વિવિધ મુદ્દાઓને લઈને ABVPના છાત્રો રજુઆત કરવા માટે પહોંચ્યા હતા. જે દરમિયાન રજીસ્ટ્રાર પોતાની ચેમ્બરમાં હાજર નહીં હોતા તેમની ખુરશી ઉપર રજીસ્ટ્રાર ખોવાયા છે અને શોધી આપનારને યોગ્ય ઈમાન આપવામાં આવશે તેવા પોસ્ટર લગાવી વિરોધ પ્રગટ કર્યો હતો. સહજાનંદ ગર્લ્સ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું પરીક્ષાનું ફોર્મ જનરેટ નથી થવાના કારણે તે પરીક્ષા નહીં આપી શકે જે અંગે યુનિવર્સિટીના સત્તાધીશોને રજુઆત કરી હતી.


[[$googlead]]

યુનિવર્સિટીમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

કચ્છ યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજના વિદ્યાર્થીઓને કોપી કેસમાં રાહત મળવા તેમજ સજા પૂરી કર્યા બાદ પણ યુનિવર્સિટીની બેદરકારીના લીધે તેમના પરીક્ષાના ફોર્મ ભરાયેલા નથી. લાકડીયા કોલેજમાં ઈરાદાપૂર્વક 70 જેટલા વિદ્યાર્થીઓને ઈતિહાસ વિષયમાં નાપાસ કરવામાં આવ્યા છે, જે અંગે રજૂઆત કરવા છતાં પણ કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તલાટી કમ મંત્રીની પરીક્ષા અને કચ્છ યુનિવર્સિટીની પરીક્ષા એક જ તારીખે હોવાથી કચ્છના અનેક વિદ્યાર્થીઓને મુશ્કેલી ઉભી થશે. જેથી કચ્છ યુનિવર્સિટી દ્વારા પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવે તેવી રજૂઆત ABVP દ્વારા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોને લઈને એબીવીપી દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. કચ્છ યુનિવર્સિટી દ્વારા આ મામલે જવાબદાર કોલેજો સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી છે. ત્યારે વિદ્યાર્થીઓના પ્રશ્નનો ક્યારે ઉકેલ આવશે એ હવે જોવું રહ્યું.

[[$alsoread]]

  • Follow us on: