GTUમાં પેપર છબરડાને લઈ મોટો હોબાળો મચી ગયો છે. જૂનું પેપર બેઠું પૂછતા વિદ્યાર્થી યુનિયન મેદાને આવી ગયું છે અને ABVPના કાર્યકર્તાઓએ GTU ખાતે વિરોધ નોંધાવ્યો છે. ABVP કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું છે. સિવિલ એન્જીનીયરિંગમાં જૂનુ પેપર પૂછતા વિરોધ કરવામાં આવ્યો છે. આ સાથે જ NSUIના કાર્યકરો દ્વારા પણ વિરોધ કરાયો છે.


[[$googlead]]

કમિટી બનાવી આ મામલે તપાસ કરાઈ રહી છે: કુલપતિ

ત્યારે આ અંગે GTUના કુલપતિ રાજુલ ગજ્જરે નિવેદન આપતા કહ્યું કે પેપરને લઈ ઘટના બની તે દુ:ખદ છે. વડી કચેરીમાં રીપોર્ટ અપાયો છે. તપાસ કમિટી બનાવી આ મામલે તપાસ કરાઈ રહી છે, પેપર તૈયાર કરનાર પ્રોફેસર સામે કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ પણ આવી ઘટના બની હતી, હવે પેપર તૈયાર કરવા નવી પદ્ધતિ અપનાવાશે. આ પદ્ધતિ ઓનલાઈન હશે જેથી કોઈ ભૂલ ન થાય. ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીની કામગીરી પર મોટો સવાલ ઊભો થયો છે. સિવિલ એન્જિનિયરિંગના સેમેસ્ટર 7નું પેપર બેઠું છાપવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. જેમાં માત્ર તારીખ બદલીને જૂનું પેપર મૂક્યું હોવાની ઘટના સામે આવતા વિદ્યાર્થી સંગઠનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

[[$alsoread]]

  • Follow us on: