ગુજરાતમાં શિયાળો ધીમે ધીમે જામી રહ્યો છે. ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખેડૂતોને સૂચના આપી છે. ખેડૂતોએ પોતાના ઘઉ અને શાકભાજી સહિતના પાકનું રક્ષણ કરવા અંબાલાલ પટેલે સૂચના આપી છે.
ખેડૂતોએ પાક સંરક્ષણના પગલાં લેવા જોઈએ
અંબાલાલ પટેલે કહ્યું હતું કે, વાતાવરણની અસર અને ભેજને કારણે વિવિધ પાકમાં રોગ આવવાની શક્યતાઓ છે. ઘઉં અને શાકભાજીના પાકોમાં ફૂગ આવી શકે છે. આ ઉપરાંત જીરાના પાકોમાં પણ અસર થઈ શકે છે. જેથી ખેડૂતોએ પાક સંરક્ષણના પગલાં લેવા જોઈએ.









