ડિજિટલ એરેસ્ટને લઈને કેન્દ્ર સરકાર દ્વારા જાગૃતતાના અનેક પ્રયત્નો બાદ પણ હજુ આવા બનાવો બનતા અટકવાનું નામ લઈ રહ્યા નથી. રોજબરોજ અનેક લોકો ડિજિટલ એરેસ્ટનો ભોગ બની રહ્યા છે અને કરોડો રૂપિયા ગુમાવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં પણ આવો એક બનાવ સામે આવ્યો હતો. જેમાં વૃદ્ધને મની લોન્ડરીંગ જેવી ગંભીર ગેરકાયદે પ્રવૃત્તિમાં સંકળાયેલા હોવાનું કહીને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં તેમના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાઈ છે.
વેરિફિકેશન બાદ રૂપિયા પરત આપવાનો વિશ્વાસ આપ્યો
આમ TRAI, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીની ઓળખ આપીને ઈડીમાં વેરીફિકેશનના બહાને ફરિયાદીના બેન્ક એકાઉન્ટની વિગતો મેળવી લીધી હતી અને બેન્ક એકાઉન્ટમાં જમા રૂપિયા ટ્રાન્સફર કરાવીને વેરિફિકેશન બાદ રૂપિયા પરત આપવાનો વિશ્વાસ આપ્યો હતો. આમ માત્ર 10 જ દિવસમાં રૂપિયા 7 કરોડ 12 લાખ ગઠિયાઓએ પડાવી લીધા હતાં. જે બાબતની જાણ સાયબર ક્રાઈમને કરતા સાયબર ક્રાઈમે તપાસ કરીને આ ગેંગ સાથે સંકળાયેલા 12 આરોપીઓેને ઝડપી લીધા છે.









