અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026ની શરૂઆત થઈ ચૂકી છે. PM મોદીના હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. આ પતંગોત્સવમાં જર્મનીના ચાન્સેલર પણ હાજર રહ્યા હતા. સાથે જ 50 દેશના 135 પતંગબાજો મહોત્સવમાં જોડાયા છે. દેશ-વિદેશના પતંગ રસિયાઓએ પતંગ ચગાવ્યા છે. જેના કારણે આકાશ રંગબેરંગી પતંગોથી રંગાયું છે.
વિશાળ ચબૂતરા સાથે સાંસ્કૃતિક સંગીતની ઝાંખી પણ પતંગ મહોત્સવમાં જોવા મળી
પતંગોત્સવમાં 936 ભારતીય પતંગબાજો પણ જોડાયા છે. 'હર હર મોદી ઘર ઘર મોદી'ના પતંગ આકાશમાં ઉડ્યા છે. ઓપરેશન સિંદૂરનો પતંગ આકાશમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ પતંગ મહોત્સવમાં 5 લાખથી વધુ મુલાકાતીઓ આવશે તેવી શક્યતા છે. વિશાળ ચબૂતરા સાથે સાંસ્કૃતિક સંગીતની ઝાંખી પણ પતંગ મહોત્સવમાં જોવા મળી છે. હેરિટેજ પોળની થીમ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.









