અમદાવાદની સાબરમતી જેલના 3400 કેદી પર હવે AIથી નજર રાખવામાં આવશે. બેરેકમાં બનતી ઘટના અંગે AI જેલ સ્ટાફને નોટિફાય કરશે. AI ટેક્નોલોજીની મદદ અંગે સંદેશ ન્યૂઝના સવાલ પર જેલ સુપ્રિટેન્ડેન્ટે જવાબ આપતા કહ્યું કે AIને કારણે જેલમાં બનતી ઘટના વખતે રિસ્પોન્સ સમય ઘટશે. હાલ બેરેક બહાર ઈમરજન્સી બટન સિસ્ટમ લાગી છે.


[[$googlead]]

હાલ બેરેક બહાર ઈમરજન્સી બટન સિસ્ટમ લાગી છે

ઈમરજન્સી બટનની મદદથી ઘટના અંગે જેલ સ્ટાફને હાલ જાણ થાય છે. વોર્ડન ઈમરજન્સી બટન દબાવી જેલ સ્ટાફને ઘટના અંગેની જાણ કરે છે. હાલમાં જેલના તમામ સીસીટીવી કેમેરામાં AI ટેકનોલોજી લેયર ઉમેરાશે. તમને જણાવી દઈએ કે સાબરમતી જેલમાં હાલાં 800 જેટલા સીસીટીવી કેમેરા લાગેલા છે. જેલમાં કોઈ બનાવ બને છે તો મોનિટરીંગ સરળ બની શકશે. જેલમાં હાલ 700થી 800 સીસીટીવી કેમેરા છે. આ કેમેરા બધી જ જગ્યાએ છે. આ સીસીટીવી મારફતે જેલમાં થઈ રહેલી મૂવમેન્ટ પર નજર રાખવામાં આવે છે. જેલમાં ઘટના બને છે તો તેમાં કેટલા લોકો સામેલ હતા તે બધી બાબતોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. AI ટેકનોલોજી અત્યાર સુધી હાલની સુવિધામાં ઈન્ટીગ્રેટેડ થયા નથી. નવા કેમેરા આવશે જેમાં વીડિયોગ્રાફી સાથે AI ટેકનોલોજી ઈન્ટીગ્રેટેડ કરવામાં આવશે.

[[$alsoread]]

  • Follow us on: