અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા ચોમાસા પહેલાં હાથ ધરવામાં આવેલી પ્રિ-મોન્સૂન કામગીરી હજુ પણ સંપૂર્ણ થઈ શકી નથી. AMCના જણાવ્યા અનુસાર શહેરના કુલ 144 સ્થળોમાંથી 43 સ્થળોએ હાલમાં પણ કામગીરી ચાલુ છે. જેના કારણે વરસાદી મોસમ દરમિયાન અનેક વિસ્તારોમાં રસ્તા બેસી જવાની અને સેટલમેન્ટની સમસ્યા સર્જાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.


[[$googlead]]

માર્ગો પર ટ્રાફિક અને અકસ્માતનું જોખમ પણ વધી શકે

ખાસ કરીને વસ્ત્રાલ, વટવા સહિતના કેટલાક વિસ્તારોને વધુ જોખમી ગણાવવામાં આવ્યા છે. AMCએ સ્વીકાર્યું છે કે જ્યાં કામગીરી અધૂરી છે ત્યાં રોડ બેસવાની શક્યતા રહેલી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકોની સુરક્ષા માટે સંબંધિત સ્થળોએ ચેતવણી બોર્ડ અને બેરિકેડિંગ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. અધિકારીઓએ વાહનચાલકોને વરસાદી દિવસોમાં ખાસ સાવચેતી રાખવા અપીલ કરી છે. અધૂરી કામગીરીના કારણે કેટલાક માર્ગો પર ટ્રાફિક અને અકસ્માતનું જોખમ પણ વધી શકે છે. AMCનું કહેવું છે કે બાકી રહેલી કામગીરી શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે જેથી ચોમાસા દરમિયાન નાગરિકોને ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડે.


[[$alsoread]]


  • Follow us on: