અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં પોલીસે ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવેલા ફટાકડાના મોટા જથ્થાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે અંબિકા ટ્રેડ લિંકના બે ગોડાઉનમાં દરોડા પાડી અંદાજે રૂપિયા 39.57 કરોડના ફટાકડા જપ્ત કર્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગોડાઉનમાં અગ્નિસુરક્ષા સંબંધિત જરૂરી વ્યવસ્થાઓનો ગંભીર અભાવ હતો, જેના કારણે મોટી દુર્ઘટનાનો ભય ઊભો થયો હતો. 


[[$googlead]]

બે આરોપીઓ સામે કાયદેસર ગુનો નોંધાયો

પોલીસે સમગ્ર જથ્થો કબજે કરીને બે આરોપીઓ સામે સંબંધિત કાયદાકીય કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. અધિકારીઓ હાલમાં ફટાકડાનો સંગ્રહ કયા હેતુસર કરવામાં આવ્યો હતો, જરૂરી પરવાનગી હતી કે નહીં અને આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે સહિતના મુદ્દાઓની તપાસ કરી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે અને તપાસના આધારે અન્ય સંડોવાયેલા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.


[[$alsoread]]


  • Follow us on: