[[$googlead]]
અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર જાહેરમાં કેટલાક લોકો નમાઝ પઢવામાં આવી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. આ ઘટના વહેલી સવારે અંદાજે સાડા પાંચ વાગ્યાની આસપાસ બની હોવાનું સામે આવ્યું છે, જેમાં હજારો લોકોની અવરજવર હોય તેવી જગ્યાએ નમાઝ પઢવામાં આવી હતી. વાયરલ વીડિયોમાં 8થી વધુ લોકો નમાઝ પઢતા જોવા મળ્યા છે. આ દ્રશ્યો એક મુસાફરે પોતાના ફોનના કેમેરામાં કેદ કર્યા હતા.
એરપોર્ટ પર નમાઝને લઈ અન્ય મુસાફરોમાં રોષ
જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મુસાફરો દ્વારા બોર્ડિંગ પાસ મેળવ્યા બાદ અને ફ્લાઈટમાં બેસવા જતી વખતે નમાઝ પઢવામાં આવી હતી. જેને લઈ લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હતી અને કડક કાર્યવાહીની માગ કરવામાં આવી છે. ત્યારે પેસેન્જરે વીડીયો પણ વાયરલ કરી વિરોધ કર્યો હતો. ત્યારે સનાતન ધર્મના સંતોમાં ભારે રોષ અને ઠોસ કાર્યવાહીની માગ કરી હતી.
અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીએ નથી કરી કોઈ સ્પષ્ટતા
આપને જણાવી દઈએ કે આ પહેલા પણ અમદાવાદ સહિત અને જિલ્લામાં જાહેર બાગ-બગીચા કે એસટી સ્ટેન્ડ પર નમાઝ પઢવાની ઘટનાઓ સામે આવતી હતી, પરંતુ હવે એરપોર્ટ જેવી અત્યંત સુરક્ષિત ગણાતી જગ્યાએ પણ આવો જ કિસ્સો જોવા મળ્યો છે. એરપોર્ટ પર સુરક્ષામાં તૈનાત CISFને પણ આ અંગે જાણ કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વીડિયોમાં આઠથી વધુ લોકો નમાઝ પઢતા હોવાનું નજરે પડી રહ્યું છે. આ મામલે અત્યાર સુધી અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી કે કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી પણ કરાઈ છે કે નહીં.









