અમદાવાદના એસજી હાઈવે પર આવેલા ન્યૂ યોર્ક ટાવરમાં ફાયર સેફ્ટીના મુદ્દે ગંભીર બેદરકારી સામે આવી છે. સંદેશ ન્યૂઝ દ્વારા કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં ખુલાસો થયો છે કે અગાઉ ફાયર વિભાગે બિલ્ડિંગમાં આવેલી હોટલ સામે કાર્યવાહી કરી હોવા છતાં ફાયર સેફ્ટીની જરૂરી વ્યવસ્થા હજુ સુધી સુનિશ્ચિત કરવામાં આવી નથી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બિલ્ડિંગમાં આગ જેવી આપત્તિ સામે લડવા માટેની કેટલીક મહત્વપૂર્ણ સુવિધાઓનો અભાવ છે. 


[[$googlead]]

લોકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી

જોકે, બિલ્ડિંગના વહીવટકર્તાએ દાવો કર્યો હતો કે તેમની બિલ્ડિંગમાં આગ લાગવાની શક્યતા નથી. તેમણે વધુમાં જણાવ્યું કે સેફ્ટી માટે જરૂરી સિલિન્ડરો લાવીને રાખવામાં આવ્યા છે. ફાયર વિભાગ દ્વારા અગાઉ કાર્યવાહી કરવામાં આવી હોવા છતાં સુરક્ષા વ્યવસ્થામાં સુધારો ન થવાથી અનેક પ્રશ્નો ઊભા થયા છે. આવી સ્થિતિમાં બિલ્ડિંગમાં આવનારા લોકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે ફાયર વિભાગ આ મામલે વધુ કડક કાર્યવાહી કરે છે કે નહીં તે જોવાનું રહેશે.


[[$alsoread]]



  • Follow us on: