અમદાવાદના લાંભા વોર્ડમાં સ્થાનિક રાજકારણ ગરમાયું છે. લાંભા વોર્ડમાં અપક્ષ ઉમેદવાર કાળુ ભરવાડના વિરોધમાં સ્થાનિક રહેવાસીઓએ ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે. લાંભા વોર્ડની N કોલોની વિસ્તારમાં લાગેલા બેનરો ચર્ચાનો વિષય બન્યા છે, જેમાં સ્પષ્ટ લખાણ દ્વારા કાળુ ભરવાડને મત માગવા માટે ન આવવા જણાવ્યું છે. બે દિવસ પહેલા પાણીની સમસ્યા મુદ્દે કાળુ ભરવાડનો સ્થાનિકોએ ઘેરાવ કર્યો હતો. તે સમયે રહેવાસીઓએ વિસ્તારમાં લાંબા સમયથી ચાલતી પાણીની અછત અને અન્ય મૂળભૂત સુવિધાઓના અભાવ અંગે નારાજગી વ્યક્ત કરી હતી.


[[$googlead]]

સમગ્ર વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો

આ ઘટનાના બાદથી સ્થાનિકોમાં અસંતોષ વધ્યો હતો. આજે N કોલોનીમાં લાગેલા બેનરોમાં ઉમેદવાર સામે સીધો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો છે. સ્થાનિકોનો આરોપ છે કે વારંવાર રજૂઆતો છતાં સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ કરવામાં આવ્યું નથી. વિરોધ વધતા પરિસ્થિતિને જોતા કાળુ ભરવાડને સ્થળ પરથી રવાના થવું પડ્યું હતું. ઘટનાને કારણે વિસ્તારમાં તણાવનો માહોલ જોવા મળ્યો હતો, જોકે કોઈ અનિચ્છનીય બનાવ નોંધાયો નથી.


[[$alsoread]]

  • Follow us on: