અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં બીજે મેડિકલની અતુલ્ય હોસ્ટેલમાં રહેતા ઈન્ટર્ન ડોક્ટરોમાં ભય ફેલાયો છે. વિમાન ટેક ઓફ થયા બાદ અતુલ્ય હોસ્ટેલ સાથે અથડાયુ હતું. હજી કેટલાક ડોક્ટર્સ ગુમ હોવા અંગેનો દાવો કરાયો હતો. આ ઘટનામા કેટલાક ડોક્ટરો કોલેજમાં હોવાથી તેમનો બચાવ થયો છે. જ્યારે કેટલાક ડોક્ટરોએ બીજા માળેથી કૂદીને જીવ બચાવ્યો છે.


[[$googlead]]

દુર્ઘટના બાદ હોસ્ટેલમાં રહેતા ડોક્ટરોમાં ભય ફેલાયો

વિમાન દુર્ઘટના બાદ હોસ્ટેલમાં રહેતા ડોક્ટરોમાં ભય ફેલાયો છે. કેટલાક ડોક્ટરો પોતાનો સામન લઈને ઘરે નીકળ્યા હોવાનું જાણવા મળ્યું છે. આજે દાહોદ ખાતે ગયેલા કેટલાક વિદ્યાર્થીઓની વિગતો સામે આવી હતી. દાહોદ પહોંચેલા વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, ઘટના બાદ અમે દોડી ગયા હતાં. ત્યાં લોકોને મદદ કરી હતી. દાહોદના MBBSના 8 વિદ્યાર્થીઓ વતન પહોંચ્યા હતાં. વાલીઓ પોતાના સંતાનોને મળીને ભાવુક થયા હતાં.

[[$alsoread]]


  • Follow us on: