અમદાવાદમાં SOG ક્રાઈમે ડ્રગ્સ કેસમાં એક પોલીસ કર્મીની ધરપકડ કરી છે. ઈ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો શૈલેષ સિંહ ચૌહાણની SOGએ ધરપકડ કરી લીધી છે. પોલીસે પકડેલા મુદ્દામાલમાંથી ચરસનો જથ્થો પોલીસ કર્મીએ આપ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસ કોન્સ્ટેબલ શૈલેષસિંહ ચૌહાણે ચરસનો જથ્થો પકડાયેલા પેડલર અજયને આપ્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે.
પેડલર અજય પાસેથી 4.68 લાખનો ચરસનો જથ્થો મળ્યો
નરોડા મુઠીયા ગામ પાસેથી SOG ટીમે રેડ કરી ચરસનો જથ્થો પકડ્યો હતો. ચરસના જથ્થા સાથે અજય ઉર્ફે બાદશાહ બંધેલ પાસેથી 1 કિલો 872 ગ્રામ ચરસનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેની કુલ કિંમત 4.68 લાખ રૂપિયા છે. આરોપી અજયની પૂછપરછમાં પોલીસ કોન્સ્ટેબલ શૈલેષસિંહ ચૌહાણે ચરસનો જથ્થો આપ્યો હોવાનું સામે આવ્યું છે. SOGએ પેડલર અજય અને પોલીસ કોન્સ્ટેબલ શૈલેષસિંહની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.









