અમદાવાદમાં પોલીસ અને માજી સૈનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયુ છે. શહેરના એરપોર્ટ સર્કલ પર વિરોધ કરતા માજી સૈનિકોની અટકાયત કરવામાં આવી છે. 200થી વધુ માજી સૈનિકોએ રોડ ચક્કાજામ કર્યો હતો, જેના કારણે એરપોર્ટ સર્કલ પાસે વાહનચાલકો ટ્રાફિકમાં ફસાયા હતા. ગાંધીનગરમાં ડિટેઈન કરેલા માજી સૈનિકોને છોડવા માગ કરવામાં આવી છે. ખોટી રીતે માજી સૈનિકોને ડિટેઈન કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પ્રદર્શનકર્તાઓએ કહ્યું કે જૂના એકપણ વચનો સરકારે પાળ્યા નથી.


[[$googlead]]

માજી સૈનિકોએ ગાંધીનગર કૂચ કરતા સચિવાલય સંકુલની સુરક્ષા વધારાઈ

વધુમાં પ્રદર્શનકર્તાએ કહ્યું કે 25 દિવસથી અમે પ્રદર્શન કરી રહ્યા છીએ, સરકાર માત્ર અમને આશ્વાસન આપે છે. પહેલાં અમારી માગ પૂરી કરો, પછી બીજી વાત કરીશું. ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં સચિવાલય સંકુલની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. માજી સૈનિકોએ ગાંધીનગર કૂચ કરતા સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. વાહન ચેકિંગ સાથે પ્રવેશ કરતા લોકોની તપાસ કરવામાં આવી રહી છે અને સચિવાલયમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

[[$alsoread]]


  • Follow us on: