અમદાવાદમાં વર્ષો પહેલા બનેલા સુભાષબ્રિજને હવે ફરીથી નવો બનાવવામાં આવશે. ત્યારે હાલમાં સુભાષબ્રિજની પ્રાથમિક 3D ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. હયાત અને નવા બ્રિજને જોડી 8 લેન રોડ બનાવવામાં આવશે. 3 લેયરમાં નવો બ્રિજ બનાવવા માટેની તૈયારીઓ તેજ કરવામાં આવી છે. 250 કરોડના ખર્ચે આ નવો બ્રિજ બનાવવામાં આવશે.


[[$googlead]]

બ્રિજના સ્પાન બદલવાની કામગીરી કરવામાં આવશે

29 ડિસેમ્બરે નવા બ્રિજ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 2 ફેઝમાં બ્રિજની કામગીરી કરવામાં આવશે. પ્રથમ ફેઝમાં હયાત બ્રિજને રિપેર કરવામાં આવશે અને બીજા ફેઝમાં નવો બ્રિજ બનાવવા કામગીરી શરૂ કરવામાં આવશે. સુભાષબ્રિજના સ્પાન બદલવાની કામગીરી કરવામાં આવશે. રીપેરિંગ માટે સુભાષબ્રિજ લાંબો સમય સુધી બંધ રહેશે. આશરે 9 મહિના સુધી સુભાષબ્રિજ બંધ રહે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં મોરબી બ્રિજ કાંડ બાદ તમામ જગ્યા પર બ્રિજનું ચેકિંગ ચાલી રહ્યું છે અને જરૂર જણાય તો તાત્કાલિક પગલા પણ લેવામાં આવી રહ્યા છે.

[[$alsoread]]

  • Follow us on: