એક તરફ અમદાવાદ શહેરને સ્માર્ટ સિટી બનાવવાના દાવા કરાઈ રહ્યા છે તો બીજી બાજુ જાહેર માર્ગો પર લોકો ભિક્ષાવૃત્તિ કરતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવે છે. કોમનવેલ્થ અને ઓલમ્પિક ગેમ્સ પહેલા આ પ્રકારની પ્રવૃત્તિઓ દૂર કરવા માટે કોર્પોરેશનને અત્યારથી જ વિશેષ અભિયાન શરૂ કર્યું છે. શરૂ કરેલી આ ડ્રાઈવમાં 50થી વધુ ભિક્ષુકોને પકડી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.


[[$googlead]]

થલતેજ પીએચસી ખાતે તમામ લોકોને લાવવામાં આવ્યા

અલગ અલગ ટીમો બનાવી ભિક્ષાવૃત્તિ જ્યા કરે છે ત્યાંથી થલતેજ પીએચસી ખાતે આ તમામ લોકોને લાવવામાં આવ્યા હતા. જેમાં લાવ્યા પછી તેમના નામ અને પ્રાથમિક માહિતીના ફોર્મ ભરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ બસ મારફતે આ લોકોને કોર્ટ સમક્ષ રજુ કરવા લઈ જવાયા છે જેમાં કોર્ટ આદેશ અન્વયે કામગીરી કરવામાં આવશે તો કેટલાક બાળકોને પણ ભિક્ષા વૃત્તિ કરતા પકડીને લાવવામાં આવ્યા છે. જે લોકોને લાવવામાં આવ્યા છે તે કહે છે કે અમને ખાવાનું આપવાનું કહી અહીંયા લાવ્યા છે તો બાળકો કહે છે અમને અમારા પિતા કમાઈને ખવડાવે છે. અમે ક્યાંય રોડ રસ્તા પર ભીખ માગતા નથી. 

  • Follow us on:

[[$alsoread]]