અમદાવાદ શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના કેસોમાં વધારો નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. જૂન મહિનામાં ઝાડા-ઉલ્ટીના કુલ 385 કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે કમળાના 33 કેસ નોંધાતા આરોગ્ય તંત્રની ચિંતા વધી છે. આ ઉપરાંત અન્ય પાણીજન્ય રોગોના પણ 88 કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. મચ્છરજન્ય રોગોની વાત કરીએ તો મેલેરિયાના 8, ડેન્ગ્યુના 5 અને ચિકનગુનિયાનો 1 કેસ નોંધાયો છે. 


[[$googlead]]

આરોગ્ય તંત્રની ચિંતા વધી

વરસાદી મોસમની શરૂઆત સાથે જ રોગચાળો ફેલાવાની શક્યતાઓ વધતા આરોગ્ય વિભાગે સ્થિતિ પર સતત નજર રાખી છે. તંત્ર દ્વારા નાગરિકોને સ્વચ્છતા જાળવવા, શુદ્ધ પાણીનો ઉપયોગ કરવા અને મચ્છરોના પ્રજનન સ્થળો ન બનવા દેવા અપીલ કરવામાં આવી છે. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ સમયસર સારવાર અને સાવચેતી રાખવાથી રોગોના ફેલાવાને નિયંત્રિત કરી શકાય છે. શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી દેખરેખ અને નિવારક પગલાં લેવામાં આવી રહ્યા છે.


[[$alsoread]]



  • Follow us on: