રાજ્યમાં શાળા બાદ હવે કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળતા ચકચાર મચી ગઈ છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટને અજાણ્યા શખ્સ દ્વારા ઈ-મેઈલ મારફતે બોમ્બની ધમકી આપવામાં આવી હતી. આ સાથે ગાંધીનગર, વલસાડ અને વડોદરાની કોર્ટને પણ આ પ્રકારની ધમકીઓ મળ્યાની માહિતી સામે આવી છે.


[[$googlead]]

લંચ ટાઈમમાં બ્લાસ્ટ કરવાનો મળ્યો મેઈલ

મળતી માહિતી મુજબ ધમકીભર્યો ઈ-મેઇલ સવારે 4:07 કલાકે પ્રાપ્ત થયો હતો. મેઈલમાં કુલ 19 IED દ્વારા લંચ ટાઈમ દરમિયાન બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હોવાનું જણાવાયું છે. ધમકી મળતા જ કોર્ટ પ્રશાસન અને પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. સાવચેતીના ભાગરૂપે કોર્ટની કાર્યવાહી તાત્કાલિક અસરથી રોકી દેવામાં આવી અને કોર્ટ પરિસર ખાલી કરાવવામાં આવ્યું.

ન્યાયાલય પરિસરમાં ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો

બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર પરિસરમાં સઘન તપાસ હાથ ધરાઈ છે. આ બનાવને પગલે ન્યાયાલય પરિસરમાં ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. ઈ-મેલંચ ટાઈમમાં બ્લાસ્ટ કરવાનો મળ્યો મેઈલલ કયા સ્ત્રોતથી મોકલાયો તેની તપાસ સાયબર ક્રાઇમ શાખા દ્વારા શરૂ કરવામાં આવી છે. હાલમાં તપાસ ચાલુ છે અને કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.

[[$alsoread]]


  • Follow us on: