અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલને પણ નોટિસ ફટકારવામાં આવી છે. સ્કૂલના પ્રાથમિક વિભાગને DEO બાદ FRCએ નોટિસ ફટકારી છે. નિયત ધારાધોરણ કરતા વધુ ફી વસૂલતા નોટિસ ફટકારવામાં આવી છે. FRC દ્વારા વધારાની લીધેલી ફી પરત કરવા આદેશ કરવામાં આવ્યો છે. સ્કૂલે 22,000ને બદલે 39,000 રૂપિયા ફી વસૂલી હતી. નવા શૈક્ષણિક સત્રમાં પણ નિયમ મુજબ ફી લેવા સૂચના અપાઈ છે. FRCના નિયમોનું ઉલ્લંઘન થશે તો કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ DEOએ નોટિસ આપીને ખુલાસો માગ્યો હતો.


[[$googlead]]

જ્ઞાનોદય સ્કુલને પણ DEO દ્વારા નોટિસ ફટકારવામાં આવી

બીજી તરફ શહેરની જમાલપુરની જ્ઞાનોદય સ્કુલને પણ DEO દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. જણાવી દઈએ કે જ્ઞાનકોશ સ્કૂલ જમાલપુર વિસ્તારમાં આવેલી હતી અને ત્યારબાદ સ્કૂલની બિલ્ડીંગ જર્જરિત થતા, તેને વસ્ત્રાલ ખાતે 2018માં ટ્રાન્સફર કરાઈ હતી. પરંતુ 2 વર્ષની મંજુરી બાદ પણ હજુ સુધી શાળાને તેના મુળ સ્થાને પરત લાવવામાં આવી નથી. જેને પગલે શાળાની માન્યાતા રદ્દ કરવાની ભલામણ કરવામાં આવી છે. અનેક ભલામણો હોવા છતાં પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હાલમાં જ્યાં કોમ્પલેક્ષમાં શાળા આવેલી છે, તે કોમર્શિયલ કોમ્પલેક્ષ છે અને સુવિધાઓને અભાવે તેની માન્યતા રદ્દ કરવામાં આવવી જોઈએ તેવી માગ કરાઈ છે.

[[$alsoread]]


  • Follow us on: