વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે, પવનની દિશા બદલાતા તાપમાન ઊંચકાશે અને પૂર્વ દિશાના પવન ફૂંકાતા તાપમાન વધશે તેવી આગાહી કરવામાં આવી છે.ગુજરાતમાં આજે એક ડિગ્રી જેટલું તાપમાન ઊંચકાયું છે, આગામી 3 દિવસમાં 2-3 ડિગ્રી તાપમાન વધી શકે છે અને નલિયામાં સૌથી ઓછું તાપમાન 10.8 ડિગ્રી નોંધાયું છે.
આજે એક ડિગ્રી જેટલું તાપમાન ઊંચકાયું
આગામી 3 દિવસમાં ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની શકયતા છે અને આગામી દિવસોમાં હજી પણ ઠંડી વધશે તેવી આગાહી કરાઈ છે.સમગ્ર ગુજરાતમાં સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું અને ન્યૂનતમ તાપમાન પણ સામાન્ય કરતાં નીચું રહેતા રાજ્યમાં ઠંડકનો અનુભવ વધી રહ્યો છે. વહેલી સવારે કડકડતી ઠંડી, બપોરે હળવો તડકો અને સાંજ પડતાં ઠંડીનું પ્રમાણ ફરી વધશે.વધુ ઉંચાઇ વાળા ક્ષેત્રોમાં તાપમાન 5 ડિગ્રી સેલ્સિયલની નીચે પડી ગયુ છે. તાપમાનમાં ઉતાર-ચઢાવને કારણે લોકોમાં શરદી-ખાંસી અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ વધવાની શરૂઆત થઇ ગઇ છે.









