અમદાવાદ શહેરમાં 36 જગ્યા પર મહાનગરપાલિકની કામગીરી ચાલી રહી છે. શહેરમાં 141 જગ્યા પર વોટર લોગીંગ સ્પોટ આઈડેન્ટીફાઈ થયેલા છે. આ તમામ જગ્યા પર બેરીકેટિંગ કરવા, ભયજનકના બોર્ડ લગાવવા સૂચના આપવામાં આવી છે. અકસ્માત રોકવા માટે મનપા 10 જૂન સુધીમાં આ તમામ જગ્યાઓ પર કામગીરી પૂર્ણ કરવામાં આવશે. ચાલુ વર્ષમાં ભયજનકના બોર્ડ લગાવવા તંત્ર તરફથી સૂચના આપવામાં આવી છે.


[[$googlead]]

અમદાવાદના ચંડોળા તળાવનું બ્યુટીફિકેશન કરાશે

અમદાવાદના ચંડોળા તળાવનું બ્યુટીફિકેશન કરવામાં આવશે. ચંડોળા તળાવ ખાતે કાયમી પાણી ભરાઈ રહે તેના માટે મનપા દ્વારા આયોજન કરવામાં આવશે. 25 MLDનો STP પ્લાન્ટ બનાવવાનું પણ મનપાનું આયોજન છે. ચંડોળા તળાવમાં પાણી ભરવા માટે કોઈ પાણીની લાઈન નહીં, હાલમાં નજીકના સ્થળ નારોલ, વિરાટનગર, મણીનગર સહિતના વિસ્તારથી પાણી પહોંચાડવા વિચારણા ચાલી રહી છે. તળાવ ડેવલપ થઈ ગયા બાદ કાયમી પાણી ભરાઈ રહે તેના માટે 25 MLDનો STP પ્લાન્ટ બનાવાશે.

[[$alsoread]]


  • Follow us on: