અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું છે. એર ઇન્ડિયાનું એરબસ AI171 દુર્ઘટનાગ્રસ્ત થતા નાસ ભાગ મચી હતી. આ પ્લેનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સવાર હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે 60 મુસાફરોના મૃતદેહો હોસ્પિટલમાં પહોંચ્યા છે. બીએસએફ દ્વારા રાહત અને બચાવની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત રેસ્ક્યૂ માટે NDRFની 2 ટીમ મોકલવામાં આવી છે. આ વિમાન ક્રેશ થયું ત્યારે 322 કિ.મીની સ્પીડ હતી. મુસાફરોની જે યાદી બહાર આવી છે તેમાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીનું 12મા નંબર પર નામ લખેલું છે.
દુર્ઘટનાને પગલે અમદાવાદ એરપોર્ટ બંધ
પ્લેન ક્રેશ થયાની દુર્ઘટનાને પગલે અમદાવાદ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. આગામી સૂચના ના મળે ત્યાં સુધી એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. આ પ્લેનમાં સવાર મુસાફરોની જે યાદી બહાર આવી છે તેમાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીનું પણ નામ છે. પ્લેન ક્રેશના 2 કિ.મી દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા. 11 વાગ્યે એરપોર્ટ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પહોંચ્યા હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.









