ડિસેમ્બરમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે, ડિસેમ્બરના બીજા, અંતિમ સપ્તાહમાં માવઠું થઈ શકે છે અને ડિસેમ્બરની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સ સર્જાશે અને 22 ડિસેમ્બર બાદ રાજ્યમાં કાતિલ ઠંડી પડશે અને આગામી એક સપ્તાહ બેવડી ઋતુનો અનુભવ થશે .ઘઉં, શાકભાજીના પાકોમાં ફૂગ આવવાની શક્યતા છે અને જીરાના પાકોમાં અસર થઈ શકે છે, ખેડૂતોએ પાક સંરક્ષણના પગલાં લેવા જરૂરી છે અને ભેજના કારણે રોગ આવવાની શક્યતા છે.


[[$googlead]]

ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે

અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની છે જે વાવાઝોડામાં પરિવર્તીત થઈ શકે છે, ૨૫ નવેમ્બર થી ૨૮ નવેમ્બર બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનશે અને ગુજરાતમાં ઠંડી માં આંશિક ઘટાડો થશે, ૨ થી ૮ ડિસેમ્બર દેશના ઉત્તરીય પર્વતિય પ્રદેશોમાં મધ્યમ પશ્ચિમી વિક્ષેપ આવશે અને વાવાઝોડાની અસર અને પશ્ચિમી વિક્ષેપની અસરોના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે.

[[$alsoread]]
  • Follow us on: