શક્તિપીઠ અંબાજી ખાતે પોષી પૂનમને લઈ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે અને અંબાજી મંદિર પરિસર બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે અને મા અંબાના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. ભક્તોનું માનવ મહેરમણ અંબાજીમાં ઉમટતા અંબાજીમાં શક્તિ ભક્તિ અને આસ્થાનો માહોલ જામ્યો છે. અંબાજીમાં આજે ગજરાજ પર સવાર થઈ માતાજી નગરચર્યાએ નીકળ્યા, આ દરમિયાન મા અંબાના દર્શનાર્થે હજારો ભક્તો ઉમટ્યા છે. જાહેર માર્ગો પર માતાજીની શોભાયાત્રાની પરિક્રમા કરવામાં આવી.


[[$googlead]]

ધજાને લઈને લેવાયો મહત્વનો નિર્ણય

તમને જણાવી દઈએ કે વિશ્વવિખ્યાત મા અંબાના ધામ અંબાજી મંદિર પર ચડતી ધજાઓને લઈ નવા વર્ષમાં મંદિર પ્રશાસન દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. મંદિરના શિખર પર ચડતી ધજા હવે માત્ર 5 મીટર લંબાઈ સુધીની જ ધજાઓ ચડી શકશે. એટલે કે પાંચ મીટરથી મોટી ધજાઓ હવે મંદિર શિખર પર ચડાવી શકાશે નહીં. જોકે આ ધજાઓ માટે મંદિર પ્રશાસાને વૈકલ્પિક વ્યવસ્થા કરી છે.

[[$alsoread]]

  • Follow us on: