ભાદરવી મહામેળા 2025ની શરૂઆત ખુબ જ ધામધૂમ સાથી થઈ છે. ત્યારે એસટી વિભાગ દ્વારા ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. સામાન્ય દિવસોમાં ગબ્બર સુધી જવાનું 3 કિલોમીટરનું ભાડુ 10 રૂપિયા લેવામાં આવે છે પણ જ્યારે ભાદરવી પૂનમના મેળામાં આરટીઓ ગબ્બર પોઈન્ટથી ગબ્બર 2 કિમી થાય છે અને 2 કિમીનું ભાડું 20 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. લાખો માઈ ભક્તો માટે તંત્ર દ્વારા વિના મૂલ્યે સુવિધાઓ ઉભી કરાઈ છે, ત્યારે એસટી વિભાગે લૂંટવાનું શરૂ કર્યું છે.


[[$googlead]]

એસટી વિભાગના ટ્રાફિક ઈન્ચાર્જે ભાડું ઘટાડવાની સ્પષ્ટ ના પાડી

કામાક્ષી મંદિરથી 51 શક્તિપીઠ સર્કલ સુધી અને નવી કોલેજથી 51 શક્તિપીઠ સર્કલ સુધી એસટી વિભાગ દ્વારા ભક્તોને વિના મૂલ્યે મેળામાં લાવવામાં આવે છે તો પછી માઈ ભક્તો માટે ગબ્બર જવાનું ભાડું કેમ ડબલ કરાયું? 2024 મેળામાં પણ એસટી વિભાગે ડબલ ભાડું કર્યું હતું અને ત્યારબાદ વિવાદ થતા રૂપિયા 5 ભાડું ઘટાડવામાં આવ્યું હતું પણ ભાદરવી મહાકુંભ 2025માં એસટી વિભાગના ટ્રાફિક ઈન્ચાર્જે ભાડું ઘટાડવાની સ્પષ્ટ ના પાડી છે. ઉલ્લેખનીય છે કે ભાવિક ભક્તો પગપાળા માં અંબાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. ત્યારે અન્ય શ્રદ્ધાળુઓ પણ સરળતાથી અંબાજી સુધીની મુસાફરી કરી શકે તે માટે પણ રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મહેસાણામાં નવીન 70 બસનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

[[$alsoread]]

 

  • Follow us on: