અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની કામગીરી અંગે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. શહેરમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ રોકવા માટે જવાબદાર વિભાગ છેલ્લા ઘણા વર્ષોથી અસરકારક કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગયો હોવાનું જણાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ છેલ્લા 16 વર્ષ દરમિયાન AMC દ્વારા કુલ 39,567 ખાદ્ય નમૂનાઓ (સેમ્પલ) લેવામાં આવ્યા હતા, જેમાંથી 37 નમૂનાઓ અનસેફ એટલે કે માનવ આરોગ્ય માટે જોખમી હોવાનું સામે આવ્યું છે. 


[[$googlead]]

અનેક કેસો વર્ષોથી કોર્ટમાં પેન્ડિંગ

વર્ષ વાર આંકડા પર નજર કરીએ તો 2011માં 5, 2012માં 3, 2013માં 1 અને 2014માં 3 અનસેફ સેમ્પલ મળી આવ્યા હતા. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ સામે કડક કાર્યવાહી કરવા માટે કાયદાકીય જોગવાઈ હોવા છતાં અનેક કેસો વર્ષોથી કોર્ટમાં પેન્ડિંગ છે. વર્ષ 2024 સુધીના અનેક કેસોના હજુ સુધી નિકાલ થયા નથી, જેના કારણે દોષિતો સામે સમયસર કાર્યવાહી થઈ શકી નથી. AMCના આંકડા મુજબ અત્યાર સુધી માત્ર 242 કેસોમાં જ કાર્યવાહી પૂર્ણ થઈ છે, જેમાં કુલ રૂ. 77.62 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. 

  • Follow us on:

[[$alsoread]]