AMC દ્વારા શહેરમાં વધતી ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યાને ધ્યાનમાં રાખીને નવી પાર્કિંગ પહેલ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ AMC દ્વારા કોમર્શિયલ એકમોને પોતાના ખાલી પ્લોટ પાર્કિંગ માટે ભાડે આપવાની મંજૂરી આપવામાં આવી રહી છે. શરૂઆતમાં આ યોજના શહેરના સાઉથ વેસ્ટ ઝોનમાં અમલમાં મૂકાઈ છે, જ્યાં 12 પ્લોટ એલોટ કરવામાં આવ્યા છે.
અત્યાર સુધીમાં 52 લાખ રૂપિયાથી વધુ આવક થઈ
AMCના જણાવ્યા અનુસાર, આ પહેલથી કોર્પોરેશનને અત્યાર સુધીમાં 52 લાખ રૂપિયાથી વધુ આવક થઈ છે. ખાસ કરીને સરખેજ-જોધપુર વિસ્તારમાં વધતા ટ્રાફિક દબાણને ઘટાડવામાં આ યોજના મદદરૂપ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. વેપારી વિસ્તારોમાં પાર્કિંગની અછતને કારણે રસ્તાઓ પર થતી ગેરવ્યવસ્થામાં ઘટાડો થશે અને વાહનચાલકોને સુવિધા મળશે. શહેરભરમાં કુલ 102 પ્લોટ પાર્કિંગ માટે ફાળવવામાં આવ્યા છે અને આગામી સમયમાં આ યોજના તબક્કાવાર રીતે સમગ્ર અમદાવાદમાં અમલમાં મુકવામાં આવશે.









