અમરેલી જિલ્લાના ખાંભા ગીર પંથકમાં ગાય, ભેંસ સહિત માલ ઢોરમાં ખરવા નામનો રોગ આવતા માલધારીઓ ચિંતિત બન્યા છે અને ખરવા રોગના કારણે ગાય, ભેંસ ચાલી પણ શક્તી નથી. અમરેલી જિલ્લાના ખાંભા ગીર પંથકમાં ગાય ભેંસ સહિત માલ ઢોરમાં ખરવા નામનો રોગ આવતા માલધારીઓ પોતાના પશુઓને આ રોગ પર નિયંત્રણ કરવા પ્રયત્ન કરી રહ્યા છે.


[[$googlead]]

અમરેલી જિલ્લો ખેતી અને માલઢોર પર નિર્ભર

ખરવા નામના રોગથી ગાય, ભેંસ સહિત માલ ઢોર ચાલી શકતા ન હોય અને પશુઓના પગની ખરી (પંજા)માં લોહી નીકળતા હોય અને પશુઓ પરેશાન હોવાથી માલધારી ચિંતાતૂર બન્યા છે. અમરેલી જિલ્લો ખેતી અને માલઢોર પર નિર્ભર છે, ત્યારે ખાંભા ગીર પંથકનો માલધારીઓના માલધોરમાં ખરવા નામનો રોગ આવતા ગાય, ભેંસ, બકરા સહિતના પશુને આ રોગ દેખાતા પશુઓ ચાલી ન શકતા અને ઘાસ ચારો ખાતા નથી તથા પાણી પણ પીતા નથી અને દુધાળ પશુ છે તેમાં આ રોગ ના દૂધ જતું રહે છે તેવું માલધારી જણાવી રહ્યા છે. તેથી માલધારીઓ ચિંતિત બન્યા છે અને માલધારીઓ દ્વારા સરકાર પાસે આ રોગની દવા અથવા વેક્સિન વહેલી તકે આપવામાં માગ ઉઠી છે.

[[$alsoread]]

  • Follow us on: