અમરેલીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી ગઈ છે. અમરેલી એરપોર્ટ પર ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. લેન્ડિંગ દરમિયાન પ્લેન રનવે પરથી ઉતરી ગયું હતું. આ દુર્ઘટનામાં ટ્રેઈની પાયલટનો આબાદ બચાવ થયો છે.અમરેલી એરપોર્ટ પર ટ્રેનિંગ સેન્ટરનું એક પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. વરસાદી માહોલ હોવાને કારણે પ્લેન લેન્ડિંગ દરમિયાન રન વે પરથી ઉતરી ગયું હતું. આ દુર્ઘટનામાં ટ્રેઈની પાયલટનો આબાદ બચાવ થયો છે.


[[$googlead]]

એરપોર્ટની ટેકનિકલ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી

સમગ્ર ઘટનાને લઈને એરપોર્ટની ટેકનિકલ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પ્લેન કેવી રીતે રનવે પરથી ઉતરી ગયું તે સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ અમરેલીના ગિરિયા રોડ ઉપર રહેણાક વિસ્તારમાં ખાનગી ટ્રેઈનિંગ કંપનીનું પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં અમદાવાદના ટ્રેઈની પાઇલટનું મોત થયું હતું. વિઝન ફ્લાઇંગ ઇન્સ્ટિટ્યુટનું પ્લેન ક્રેશ થયા પછી બ્લાસ્ટ થયો હતો. પ્લેન ક્રેશ થતાં જ બ્લાસ્ટ થયો હતો. જેના પગલે આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ હતી.


[[$alsoread]]

  • Follow us on: