અમરેલીના સાવરકુંડલામાં વરસાદે તારાજી સર્જી છએ. ભારે વરસાદથી ઘોબા ગામમાં પાકને નુકસાન થયું છે. પાણીના ભારે પ્રવાહમાં ખેતરમાં વાવેલો પાક ધોવાઈ ગયો છે. સાવરકુંડલામાં બે દિવસ પહેલા 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ફલકું નદીનું પાણી પાંચ હજાર વીઘા જમીન પર ફરી વળ્યું હતું. પાણીના પ્રવાહમાં તમામ ખેડતોએ કરેલુ વાવેતર નિષ્ફળ ગયું છે. ગોબા ગામની આસપાસના રસ્તાઓ પણ ધોવાઈ ગયાં છે. ગ્રામજનો દ્વારા સરકાર પાસે યોગ્ય વળતરની માગ કરવામાં આવી છે.


[[$googlead]]

બે દિવસ પહેલા 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો

અમરેલીના સાવરકુંડલામાં ઘોબા ગામમાં બે દિવસ પહેલા 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આસપાસના ગામ અને ફલકું નદીના પાણીએ ગામની 5000 વીઘા જમીન ઉપર પાણી ફેરવી દીધું હતું.જેના કારણે તમામ ખેડૂતોનું વાવેતર નિષ્ફળ ગયું અને કપાસનો પાક જે થોડો ઘણો બહાર નીકળ્યો હતો તે પણ નિષ્ફળ ગયો હતો. ઘોબા ગામથી આસપાસના મોટા વિસ્તારમાં જવાના તમામ રોડ તૂટી ગયા હતાં. ઘોબાથી નુરાપીર જવાનો રસ્તો, ધોબાથી પીપરડી જવાનો રસ્તો અને ઘોબાથી હીપાવડલી જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. ગ્રામજનોની એક જ માંગ છે કે ખેતીની જમીનમાં થયેલા નુકસાનીનું વળતર આપો.વહેલી તકે ઘોબામાં આવવા જવાના ત્રણ રસ્તાઓ તૂટ્યા છે તે રીપેર કરાવો.

[[$alsoread]]


  • Follow us on: