અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના છેવાડાના ગામ રામપરામાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા અનરાધાર કમોસમી વરસાદે ગામને ઘમરોળી નાખ્યું છે. રાજુલાના આ ગામમાં માવઠા બાદ તારાજીના દ્રશ્યો સર્જાયા છે. ગામમાં અનેક જગ્યાએ વીજપોલ ધરાશાયી થઈ ગયા છે. ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે, કપાસ અને અન્ય પાકોને પણ નુકસાન થયું છે. ત્યારે સંદેશ ન્યુઝની ટીમે રિયાલિટી ચેક કરી ગામના સરપંચ અને આગેવાનો સાથે વાતચીત કરી છે. ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા ખેડૂતો ચિંતિત હાલતમાં છે.


[[$googlead]]

વરસાદ અને માવઠાથી ખેડૂતોનો પાક બરબાદ થયો

ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામાં છેલ્લા 2-3 દિવસથી વરસાદ અને માવઠાથી ખેડૂતોનો પાક બરબાદ થયો છે, ત્યારે હજુ પણ ખાંભા અને સાવરકુંડલા વિસ્તારમાં ખેડૂતોના વાડી અને ખેતરો બેટમાં ફેરવાયા છે અને તેમાં ઘુંટણસમા પાણી ભરાયા છે. ત્યારે મગફળી, જુવાર, સોયાબીન, કપાસ સહિતના પાક નિષ્ફળ જતા ખેડૂતો દ્વારા માગ કરવામાં આવી રહી છે કે નુકસાનીનો સર્વે વહેલી તકે કરવામાં આવે અને સરકાર દ્વારા સહાય પેકેજ ખેડૂતોને આપવામાં આવે.

[[$alsoread]]

  • Follow us on: