વિશ્વ વિખ્યાત અમુલ એટલે ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક મંડળીના નિયામક મંડળની ચૂંટણીનો મહા મુકાબલો પૂર્ણ થયો છે. આજે સવારે 9ના ટકોરે મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી જે બપોરે 3 કલાકે પૂર્ણ થતાં જ ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સિલ થયા છે. પ્રથમ 2 કલાકમાં જ 40 ટકા મતદાન થયું છે. ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક મંડળી લી ના નિયામક મંડળની 12 તેમજ વ્યક્તિગત બેઠકની એક બેઠક માટે ચૂંટણી જાહેર થઈ હતી.


[[$googlead]]

12 સપ્ટેમ્બરે મતગણતરી હાથ ધરાશે

ચૂંટણી જાહેર થતા જ 15 હજાર કરોડનું ટર્ન ઓવર ધરાવતી આ સંસ્થામાં સતા મેળવવા ભાજપ અને કોંગ્રેસે કમર કસી હતી, ભાજપ દ્વારા તમામ 12 બ્લોક બેઠક માટે પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા. જ્યારે સામે કોંગ્રેસ દ્વારા વિશ્વાસ પેનલ બનાવી પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. અમૂલ ડેરી નિયામક મંડળની ચૂંટણીમાં મતદાનપૂર્ણ થયું છે. 816માંથી 750થી વધુ મતદારોએ મતદાન કર્યું છે. ત્યારે 12 સપ્ટેમ્બરે હવે મતગણતરી હાથ ધરાશે. આણંદ-ખેડાની 8-8 બેઠક માટે ચૂંટણી યોજાઈ છે. 9 બેઠકો માટે કુલ 24 ઉમેદવારો મેદાને છે. એક વ્યક્તિગત બેઠક સાથે કુલ 13 બેઠકો છે. જેને લઈને ભાજપ-કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ચૂંટણીના મેદાને છે. પૂર્વ MLA કેસરીસિંહ સોલંકી અપક્ષ ચૂંટણી લડી રહ્યાં છે. 

[[$alsoread]]

  • Follow us on: