થોડા દિવસ પહેલા રાજ્યમાં ગંભીરા બ્રિજ તૂટી પડવાની મોટી દુર્ઘટના બની હતી. આ બ્રિજ દુર્ઘટનામાં 21 લોકો મોતને ભેટ્યા હતા. ત્યારે હવે આણંદના લોકોને ગંભીરા બ્રિજ તુટી પડવાની ઘટના બાદ ભારે હાલાકી પડી રહી છે. ગંભીરા બ્રિજ પર વૈકલ્પિક વ્યવસ્થા કરવાને લઈ મહા જન આંદોલન યોજાયું છે. આંકલાવ અને બોરસદ અને આજુબાજુના તાલુકાના ગામોના હજારોની સંખ્યામાં લોકો જોડાયા છે.
વૈકલ્પિક વ્યવસ્થાની માગ સાથે આંદોલનની ચીમકી
ગંભીરા પાસે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવા માટે આંદોલન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરીએ એકત્ર થયા છે. વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવા માટે જિલ્લા કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે તપાસ તેજ કરવામાં આવી છે અને હવે R&Bના નિવૃત એન્જીનિયર કે. બી. થોરાટને હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યું છે. વિદેશ ગયેલા નિવૃત ઈજનેર કે. બી. થોરાટ ને હાજર થવા આદેશ કરાયો છે. હાલ 4 સસ્પેન્ડ થયેલા અધિકારીઓની એસ.આઈ.ટી પૂછપરછ કરી રહી છે.









