અરવલ્લી જિલ્લાના શામળાજી અને આસપાસના વિસ્તારોમાં અઠવાડિયાના વિરામ બાદ મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરી છે. શામળાજીમાં આજે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શામળાજી ઉપરાંત મોટાકંથારીયા, રામેળા અને વાકાટીંબા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. લાંબા સમયના વિરામ બાદ વરસાદ આવતા એક તરફ લોકોને ગરમીથી રાહત મળી છે, પરંતુ ખેતીના પાક માટે આ વરસાદ ચિંતાનો વિષય બન્યો છે.


[[$googlead]]

ખેતીના પાકમાં નુકસાનની ભીતિ

શામળાજી પંથક ખેતી પ્રધાન વિસ્તાર છે, જ્યાં ખેડૂતોએ મગફળી, કપાસ અને ડાંગર સહિતના મુખ્ય પાકોનું વાવેતર કર્યું છે. આ પાકો હાલમાં તૈયાર થવાની કે લણણીની તૈયારીમાં છે, ત્યારે અનરાધાર ધોધમાર વરસાદ વરસવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે ઉભા પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જો વરસાદ વધુ લાંબો ચાલે કે તેની તીવ્રતા ઓછી ન થાય, તો પાક સંપૂર્ણપણે નિષ્ફળ જઈ શકે છે. આનાથી ખેડૂતોને આર્થિક રીતે મોટો ફટકો પડવાની શક્યતા છે. ખેડૂતોનું કહેવું છે કે વરસાદની માત્રા અને સમય યોગ્ય ન હોવાથી આ વરસાદ હવે આશીર્વાદને બદલે આફત બની શકે છે.


[[$alsoread]]

  • Follow us on: