ભારતના ક્રિકેટના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર જામનગર એરપોર્ટ પર પહોંચતા ફેન્સમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. તેઓ પરિવાર સાથે જામનગર આવ્યા હતા. તેમના સાથે પુત્ર અર્જૂન તેંડુલકર, પત્ની અંજલી તેંડુલકર અને પુત્રી સારા તેંડુલકર પણ હાજર રહ્યા હતા.
રિલાયન્સ ગ્રુપની ખાસ ફ્લાઈટમાં મહેમાનોનું આગમન
આ સાથે જ જાણીતા પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહનું પણ જામનગર એરપોર્ટ પર આગમન થયું હતું. બંને પૂર્વ ક્રિકેટરો રિલાયન્સ ગ્રુપના ખાસ મહેમાન તરીકે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ વીઆઈપી મહેમાનોનું આગમન રિલાયન્સ ગ્રુપની ખાસ ફ્લાઈટ દ્વારા થયું હતું.
જામનગર એરપોર્ટ પર ક્રિકેટરોને જોવા ફેન્સની ભીડ જામી
જામનગર એરપોર્ટ પર સુરક્ષાના કડક બંદોબસ્ત વચ્ચે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ક્રિકેટપ્રેમીઓમાં પોતાના પ્રિય ખેલાડીઓને એક નજર જોવા આતુરતા જોવા મળી હતી. શહેરમાં તેમના આગમનને લઈને ખાસ ચર્ચા ચાલી રહી છે. રિલાયન્સ ગ્રુપ દ્વારા આયોજિત કાર્યક્રમમાં તેમની હાજરી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.









